ખાતું અને ડેટા કાઢી નાખવું

તમારું myStaze ખાતું અને તેની સાથે જોડાયેલો અંગત ડેટા કેવી રીતે કાઢી નાખવો, એ આ પાના પર છે. બ્રાઉઝરમાં હો કે ઍપમાં, કાઢી નાખવાનું મફત છે.

અહીંથી જ કાઢી નાખો

સાઇન ઇન કરો અને નીચે પુષ્ટિ આપો. કાઢી નાખવાનું તરત જ થાય છે.

સાઇન ઇન કર્યા વગર

myStaze પર જે સરનામું વાપરો છો ત્યાંથી અમને ઇમેઇલ કરો, વિષયમાં "Data Deletion Request" લખો. 30 દિવસમાં કાઢી નાખીશું.

hello@mystaze.com

શું જાય છે, શું રહે છે

તમારું લૉગિન, ઇમેઇલ સરનામું, ખરીદેલી ટિકિટો સાથેનું જોડાણ અને ચેટ સંદેશા અમે કાઢી નાખીએ છીએ.

ખરીદીના દસ્તાવેજો હિસાબી નિયમો કહે તેટલો સમય, વધુમાં વધુ છ વર્ષ રખાય છે. તે હવે કોઈ ખાતા સાથે જોડાયેલા હોતા નથી.

કાઢી નાખવાનું તરત જ થાય છે. બૅકઅપમાં જે બચે છે તે 30 દિવસમાં પૂરું થાય છે.

myStaze પર પ્રસારણ તમે જાતે કરતા હો, તો અમને ઇમેઇલ કરો. છેલ્લી ચુકવણી પતે પછી અમે આયોજક ખાતું બંધ કરીએ છીએ.